54 - ફરીથી Tropical / પન્ના નાયક


ભૂલી જઈએ તારું ને મારું મૃત્યુ
છે યાદ કરવા જેવું બીજું ઘણું.

એર-કન્ડિશન્ડ ઘર
એર-કન્ડિશન્ડ ઓફિસ
એર-કન્ડિશન્ડ બેન્ક
એર-કન્ડિશન્ડ સુપર માર્કેટ
અને એર-કન્ડિશન્ડ ઈમ્પાલા ગાડી.

શું રોવું મૃત્યુને
જ્યાં
આ ઠંડી, Controlled હવાના
સતત સહવાસથી
બની ગયેલાં એર-કન્ડિશન્ડ
તન-મન આપણાં !

ખોલી નાખીએ પૂર્વની બારી
આવવા દઈએ સૂર્યની સવારી
ને બનાવી દઈએ
વાતાવરણ ફરીથી tropical.


0 comments


Leave comment