55 - ક્ષણો / પન્ના નાયક


વાતો
નજીવી વાતોભરી ક્ષણો
આપણી ક્ષુલ્લક, સડેલી, કથળેલી
કહોવાયેલી, સડી ગયેલા કંતાનનાં કાણાં જેવી
તોય અનિવાર્ય
ઘઉં વીણતા કાંકરાના રૂપે ઘરમાં આવી ચડેલી
ધરતીના રૂપ જેવી –
છતાં ઉશેટીને બહાર ફેંકી દીધા સમી એ ક્ષણો
જેના ભારથી દિવસ થાકી ગયો.
રાત જંપી નહીં
એ સહુ ક્ષણોને લઇ આવી હું મારી
કવિતાના શબ્દમાં
- જાણે શૂન્ય હવામાં સહુ ફેંકી તો દીધું
પણ, હવે તો હવા પણ કણસે.


0 comments


Leave comment