1.7.9 - થાઓ પૂરા અધિકારી / સતી લોયણ


જી રે લાખા જનકના પ્રશ્નોનું ગુરુ સમાધાન કરશે જી,
તેની વ્યાખ્યા તને કરી બતાવું હાં...
જી રે લાખા ગુપ્તમાં ગુપ્ત ને ઊંડામાં ઊંડી જી,
વાત અધિકારી બતાવું હાં....

જી રે જનક પ્રશ્ન તારા ઉત્તમમાં ઉત્તમ છે જી,
જેનો વેદ પણ પાર ન પામે હાં....
જી રે લાખા અધ્યાત્મ યોગી યથારથ જાણે જી,
જેનો સંકલ્પ-વિકલ્પ સમાવે હાં....

જી રે જનક એક સંકલ્પ બીજો વિકલ્પ છે જી,
મન ભજનમાં કેમ ભમે છે હાં... ?
જી રે લાખા બ્રહ્મ ને માયાને અનાદી જો કીધાં જી,
ત્યારે જનક મનમાં વિચારે હાં....

જી રે લાખા ફરીને પ્રશ્ન એના મનમાં થયો છે જી,
એ તો મહાપ્રબલ અધિકારી હાં...
જી રે લાખા આવા પ્રશ્નો જયારે શિષ્યને થાયે જી,
ત્યારે આત્મજ્ઞાની થાય પૂરા હાં...

જી રે લાખા શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
તમે થાઓ અધિકારી પૂરા હાં....


0 comments


Leave comment