57 - ઓળખાણ / પન્ના નાયક


મારા અને તારા
અસ્તિત્વની ઓળખાણ
હતી તો ટૂંકી
પણ ચિરસ્મરણીય –
એક વાર ઉછેરેલો છોડ
માળીને ક્યારેય ભૂલી શકતો નથી
ઘેઘૂર વૃક્ષ બન્યા પછીય –
. . .
માળીનેય કંઈ યાદ હશે ખરું ?


0 comments


Leave comment