58 - વસંતગીત / પન્ના નાયક
ખંખેરાઈ ગયેલાં, ખાલીખમ
આપણે સૂકાં, મૃત વૃક્ષો –
ભય અને પ્રીતિનાં ક્ષુલ્લક સંબંધોથી
ચુસાઈ ગયેલો આપણો સઘળો રસકસ !
લૂખારૂખા ગ્રીષ્મના પરિતાપમાં
આંખ બંધ કરીને ઊભાં છીએ
રાહ જોઈને
કે
આ તરડાઇ ગયેલી ત્વચા પર
ક્યાંકથી, કોઈકનાં
ભીનાં સંબંધનાં લીલાંછંમ આંસુ વરસે
અને
રગે રગ
ગાવા માંડે વસંતગીત....
0 comments
Leave comment