63 - જુએ છે / પન્ના નાયક


સૂકા વૃક્ષની
સડી ગયેલી ડાળ પર
પાંખોરહિત બે પક્ષીઓ
બેઠાં બેઠાં જુએ છે
નીચે
જમીન પર
પાનખરનાં
વિખરાયેલાં પર્ણોમાં
એક મનુષ્યને
એનો હાથ શોધતો.....


0 comments


Leave comment