65 - ઘાસમાં / પન્ના નાયક


ઘાસમાં
ઢળેલી
શાંત, અણજાણ સંધ્યાના
ખોળામાંથી
એક આગિયો
પ્રકાશ પ્રસારવા
દોડ્યો....
મેં
સ્તબ્ધ આંખે
એને જોયો
ત્યારે જ
મારી વૃદ્ધાવસ્થાનું
મને ભાન થયું.


0 comments


Leave comment