1.8.9 - અખંડ બ્રહ્મ / સતી લોયણ


જી રે રાણી અક્ષરાતીત અખંડ બ્રહ્મ આપે જી,
જ્યાં નહિ થાપ ઉથાપા હાં...
જી રે રાણી ત્રિગુણી માયા કે ચિંતા ન અંતરમાં જી,
જ્યાં પુણ્ય નહિ કે નહિ પાપ હાં...

જી રે રાણી જાપ અજપા પણ ત્યાં નહિ વ્યાપે જી,
જ્યાં નહિ શ્વાસઉચ્છવાસા હાં...
જી રે રાણી એક અવિનાશી આપે પોતે જી,
જેના અભય-શિખરમાં વાસા હાં...

જી રે રાણી અનુભવ સુખને જાણે જીવન મુક્તિ જી,
એ મોટી દશાવાળા યોગી હાં...
જી રે રાણી અભ્યાસે બ્રહ્મ પરિપૂર્ણ જેણે જાણ્યા જી,
તેને મહાપુરુષ કોઈ જાણે હાં...

જી રે રાણી તાણાવાણા અંતરથી મટ્યા છે જી,
એ કેવળ-સુખને માણે હાં...
જી રે રાણી આઠે પહોર એ રહે અડોલા જી,
અલમસ્તા આપે કહાવે હાં...

જી રે રાણી શેલર્ષીની ચેલી સતી લોયણ બોલ્યાં જી,
ને કાળ નિકટ નવ આવે હાં.


0 comments


Leave comment