66 - કેલેન્ડરમાં રવિવાર ન હોત તો ? / પન્ના નાયક


શનિવારે લેઇટ-શો જોઈ
સવારે મોડા ઊઠવું
જાપાનીઝ ટી-સેટનાં વખાણ કરતાં કરતાં
ચા પીવી, ટોસ્ટ ખાવો
રવિવારનું લાંબુંલચ છાપું વાંચવું
આપણી રાજકીય નીતિ પર મતભેદ થવો
રિસાવું-મનાવું
જુહુના દરિયે ડૂબકી મારી આવવી
‘સન એન સેન્ડ’માં જમવા જવું
ઘેર આવીને પ્રેમ કરવો
પાણી પાઈને
મૂરઝાયેલી જૂઈને જાગ્રત કરવી.

બંધ આંખોએ
સોમવારે સવારે તારીખનું પાનું ફાડું છું.

કેલેન્ડરમાં રવિવાર ન હોત તો ?


0 comments


Leave comment