69 - મંદિર / પન્ના નાયક


તોફાની સાગરનું
એક ઝંઝાવાતી મોજું આવે
ને
ખેંચી જાય
મારા રેતીના મંદિરને પણ
એની સાથે સાથે
ત્યારે
કિનારે ઊભેલી હું
જાણે કે
પૂરમાં તણાતાં તણાતાં
વિચાર્યા કરું છું :
સાગર મારા મંદિરને
ક્યાં અને કેમ સાચવશે ?


0 comments


Leave comment