70 - એક પાન / પન્ના નાયક
સહૃદયને અને વૃક્ષને
શો સંબંધ હશે .....?
મધપૂડાના ભારથી
લચેલી ડાળથી
ધીરે ખરતું
વર્તુળાકારમાં ફંગોળાતું એક પાન.
અસીમ અવકાશની દૂરતા
અને
ધરતીની નિકટતા વચ્ચે
ક્ષણભર માટે
સ્થિર થયેલું પર્ણ....
ભરબપ્પોરના પ્રકાશમાં આકારાતું
ક્ષણનું શિલ્પ –
0 comments
Leave comment