71 - પતંગિયું / પન્ના નાયક


પતંગિયું
હવામાં મોજાંનો ઉન્માદ જન્માવી
ઊતરે છે
એકાકી ફૂલના દ્વીપ પર
ને
સ્પર્શ થયો ન થયો
ત્યાં તો
ઊડી જાય છે.

જાણે....
કાવ્યનું જન્મ પામતાં પામતાં જ
અદૃશ્ય થઈ જવું....


0 comments


Leave comment