76 - અતીત / પન્ના નાયક


હું બારી પાસે ઊભી છું
મને ખ્યાલ પણ નથી
કે હું ક્યારની ઊભી છું
કારણ વિના, પણ
ઊભા રહેવું,
બારી બહાર જોયા કરવું
મને કદીયે નકામું નથી લાગ્યું....
અચાનક
તારો હાથ મારે ખભે –
મેં મોં ફેરવ્યું
આંખોમાં આંખો પરોવતું તારું સ્મિત
કે પછી
સાંપ્રતમાં સંધાતો તારો મારો અતીત...

બારી પાસે ઊભા રહેવું
હંમેશાં કેટલું....


0 comments


Leave comment