77 - ગાય / પન્ના નાયક


તૃણની ભૂખી ગાય
ફાંફા મારે, હાવળ નાંખે હવા
કશું હાથ ન આવે.
દૂ....ર સ્નેહની સૃષ્ટિ સમું
લીલું લીલું ઘાસભર્યું
(વચમાં ઓળંગવાનાં (આંસુનાં?) તળાવડાંનાં પાણી)
ગોચર પાસે –
ફરતાં ગાયોનાં ટોળાં
પણ
આંખોમાં હમણાં તો ધગતા આડા
ડુંગર –
ઊંચક્યા ના ઊંચકાય.


0 comments


Leave comment