78 - ઊંચે-ઊંચે-ઊંચે / પન્ના નાયક


અ-પરિતોષ
પૃથ્વીનો અનુભવી
આકાશ ઊડે
એક પતંગિયું
લૂમી ઝૂમી ડાળથી ઊંચે-ઊંચે-ઊંચે
વાદળની આસપાસ
પણ
અબૂઝ અજાણ
જાણે નહીં કે
હવામાં એકે ફૂલ ક્યારેય ખીલ્યું નથી.


0 comments


Leave comment