79 - નમેલું ઘાસ / પન્ના નાયક
કંઈ હાલતું નથી
કંઈ ચાલતું નથી
પવન પડી ગયો છે
ઘાસના શ્વાસ અને ઉચ્છ્વાસ સંભળાય
એટલી નીરવતામાં
ઘડીભર ખળભળાટ મચાવવા
ક્યાંકથી આવી ચડ્યું પતંગિયું,
ઘાસ પર બેઠું;
(શી ખબર જીવ ન ચોંટ્યો કે શું ?)
ઊડ્યું
ક્યાંક અદૃશ્ય થઈ ગયું
અને નમેલું ઘાસ
પાછું એની જગ્યાએ સ્થિત થઈ ગયું.
0 comments
Leave comment