80 - તળાવને તળિયે / પન્ના નાયક
તળાવને તળિયે
પર્ણોની
આડાઅવળા
રંગરંગની
બિછાવેલી
નિષ્કંપ જાજમ.
તળાવની સપાટી પર
વાયરાની વહેતી સળવળતી
સોનેરી માછલી
ને એની સાથે
ગોઠડી કરવા
સૂર્યના સહચારે
ઝૂકી આવતું આખું વ્યોમ.
અચલ પર્ણો
સળવળતા પ્રાણ
અંતરિયાળ
આમતેમ છલબલતું
સૂર્યકિરણને ભીંજવ્યાના
અનેરા આનંદમાં
હિલોળા લેતું પાણી.
0 comments
Leave comment