81 - સ્વપ્ન / પન્ના નાયક


નિદ્રામાં ફેરવાઈ ગયેલા સ્વપ્ને
સઢ સંકેલી લીધો.
સમુદ્રને ખુદને પણ સંકોચ થઈ ગયો.
છળતા ઊછળતા મોજામાં
એક મહેલ
દીવાની જ્યોતની જેમ પ્રગટીને
એકાએક
કડડભૂસ થઈ ગયો.
ભરતી અને ઓટ, ઓટ અને ભરતી, અને ઓટ....
સાગરમાં તો આવું કેટલીય વાર બને છે
રોજિંદી છાપાળવી ઘટનાની જેમ
પણ
આનો અનુભવ એટલે શું
એની વ્યથા
સમુદ્ર સિવાય કોઈનેય ખબર હોય છે ખરી ?


0 comments


Leave comment