82 - ઝંખે છે / પન્ના નાયક


પાછલી રાત્રિના ઓગળતા અંધકારમાં
પ્રગટ થતી
સુક્કી લુખ્ખી બરડ ઉઘાડી પાનખરની ડાળીઓ
સમીરના સ્પર્શથી આંદોલાતી જોઈને
વિદાયવેળાએ છેલ્લું છેલ્લું ઝબૂકતા તારાઓ
ઝંખે છે :
સુક્કી લુખ્ખી ડાળીઓ પર ફૂલ બનીને ઝૂમીએ !


0 comments


Leave comment