84 - આ પાષાણો / પન્ના નાયક


રસ્તાની એક કોરે પડેલા
આ પાષાણો –
(હશે કોઈકના વેરાયેલા શબ્દો ?)
એના ગર્ભમાં
પ્રજ્વળતી જ્વાળાઓ
રાખે છે એમને
લબકારતા, ધૂંધવાતા
તૃપ્ત, અતૃપ્ત....

ક્યારેક શાતા દઈ શકે છે
આકાશનાં આંસુ
કે
ગોદમાં ઊગી, છુપાતી
લળી લળી જતી
તૃણની પાંદડીઓ.
બાકી તો
ચૂપચાપ પડેલા
છતાંય
જગતની અડફટમાં આવતા
રસ્તાની એક કોરે પડેલા
પાષાણો......


0 comments


Leave comment