86 - હું કંઈ નથી / પન્ના નાયક
હું કંઈ નથી
હું કોઈ નથી
હું કંઈ જ નહોતી.
પ્રગાઢ અસર વિનાની
બાહ્ય અને આંતરિક શૂન્યતામાં
ક્યાં લગી રાચવું ?
તળિયા વિનાના ડબ્બામાં
શું સંઘરી શકાય ?
છતાંય
મેં તો નીચે કોઈ ઝીલનારું છે એમ સમજી
મારી સઘળી ક્ષણોના સૂરને ભેગા કર્યા
એક દિવસ જોઉં તો
મારી કૂખમાં
ઘૂઘવાટા કરતુ કાવ્ય.
0 comments
Leave comment