1 - સતી લોયણનાં ભજનોના કેટલાક શબ્દોના અર્થ


અગમ : જાણી, પહોંચી ન શકાય તેવું અગમ્ય.
અધરતખત : શૂન્યમંડળ - શૂન્યમુકામ - ગગનમંડળ – બ્રહ્મરન્ધ્ર.
અજપાજાપ : શ્વાસે શ્વાસે સહજ મંત્રજપ કરવો.
અક્ષર બાવનબારૂ : શબ્દાતીત, અક્ષરાતીત, વ્યક્ત જગતથી પર.

આસનસાધો : મૂલાધારને દબાવી દૃઢ આસન વાળી બેસવું.
ઈંગલા : શશી - ચંદ્રનાડી, સુષુમણાની ડાબી બાજુની નાડી.
પિંગલા : સૂર - સૂર્યનાડી, સુષુમણાની જમણી બાજુની નાડી.
સુષુમણા : ઈંગલા, પિંગલા વચ્ચેની નાડી કે જે મેરુદંડમાં વહે છે.

ઉન્મુનિ : મનની સંકલ્પ-વિકલ્પાત્મક દશાથી પર પ્રશાંત સ્થિતિ.
ઉલટાપવન સુલટાવો : પવન પલટાવો - પ્રાણને સ્થિર કરી ઈડા અને પિંગલામાં વહેતા પ્રાણને ગુરૂના ઇશારે ઉલટાવીને સુષુમણામાં લઈ જવાનો.
કુંડલી : કુંડલિની – નાભિકમળમાં સાડાત્રણ વલયમાં અર્ધસર્પાકારે પડેલી શક્તિ.
કૈવલ્યરસ : સમાધિની સ્થિતિમાં મળતો આનંદ.

ત્રિગુણી માયા : સત્ત્વ, રજ તમથી જોડાયેલ.
ત્રિવિધતાપ : આધિ, વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થવું.
ધારણા : ચિત્તને કોઈ એક નિશ્ચિત વિષય પર એકાગ્ર કરવું.
ધ્યાન : પસંદ કરેલ વિષય તરફ એકતાનતા.

નિજનામ : સત્નામ; તેને મૂળવચન પણ કહે છે - ૐકાર.
નિજીયા : નિજારપંથી
નુરત-સુરત : સુરત દૃશ્યજગતમાંથી વિરતિ અને આત્મસ્વરૂપમાં તન્મયતા સાધે.
નુગરા : ગુરુ ધારણ ન કર્યા હોય તેવા.

સુગરા : ગુરુ ધારણ કરેલા.
સુરતા શિખર પર જાવે : ધ્યાનને શૂન્ય શિખરમાં કેન્દ્રિત કરવું.0 comments


Leave comment