1 - શબ્દકોશ / આરામશોભારાસ (જિનહર્ષકૃત) / સંપાદક : જયંત કોઠારી, કીર્તિદા શાહ


       [શબ્દો પછી આપેલા અંક પૃષ્ઠક, દુહા કે ઢાળ અને એનો કડીક્રમાંક દર્શાવે છે. કેટલેક ઠેકણે એક જ પૃષ્ઠ પર દુહા અને ઢાળના એકસરખા ક્રમાંક આવતા હોવાથી આ વ્યવસ્થા કરી છે. સંક્ષેપો આ પ્રમાણે સમજવા: સં. = સંસ્કૃત, ફા. = ફારસી, રા. = રાજસ્થાની.]

અછેહ ૬ દૂ૩ જેનો પાર નહીં એવું, ખૂબ જ
અધિષ્ઠીયઉ ૫ ઢા ૧૦ રહેલો
અણસણ ૩૭ ઢા ૧૦ અનશન,ઉપવાસ
અણહુંણી ૪ ઢા ર ન થનાર
અપવર્ગ (સં.) ૩૬ ઢા ૭ મોક્ષ
અહલઉ ૨૦ દૂ ૫ એળે, અફળ
અંગજ (સં.) ૨૭ ઢા ૩ પુત્ર
આથિ (રા.; સં. અર્થ) ૪૩ દૂ ૨ધન, વૈભવ, મૂલ્યવાન વસ્તુ
આટારેહણ જાય ૧૪ દૂ૪ તુચ્છ લાગે.
આદર્યો ૪૩ ઢા ૨ આશ્રય લીધો
આરામ (સં.) ૭ ઢા ૬ બગીચો
આસ (સં. આસ્ય) ૩૩ ઢા ૧ મુખ,(અહીં) ધાર, છેડો (કુહાડાનો)
એસીસઇ ૧૫ ઢા ૮ ઓસીકે

ઇભ્ય (સં.) ૩૮ ઢા ૪ ધનવાન
ઉચ્છક ૮ દૂ ર ઉત્સુક
ઉત્તર ઉત્તર ૫૫ ઢા ૧૦ એક પછી એક, ક્રમશ:
ઉદંત (રા.) ૪૧ ઢા ૫ સમાચાર, વૃત્તાંત
ઊભંગી ૫૬ ઢા ૧ ઉદ્વિગ્ન
ઉમાહઉ ૧૯ઢા ૧૦ઉમંગ, ઉત્સાહ
ઊગટીયઉ ૪૩ ઢા ૩ લેપ થયો

કરભ (સં.) ૮ ઢા ૧૨ મદનિયું,નાનો હાથી,
કસપ્રહાર ૩૨ ઢા ૧૪ ચાબુકનાપ્રહાર
કહઇ ૨૭ દૂ ૧ ક્યાંય
કારિંમી ૨૯ ઢા ૧૦ કૃત્રિમ, બનાવટી

ખપ કરઇ ૩૪ ઢા ૧૦ઉપયોગ કરે
ખડુ ૩૬ દૂ૪ ચાખડી
ખલિસ્યઇ ર૫ ઢા ૯ સ્ખલિત થશે, ચૂકશે
ખાલ(ઇ) ૩૪ ઢા ૯ નીક(?)
ખાંતઇ ર૬ ઢા ૧૦ ઉમંગે, હોંશે
ખિપ્ર (સં. ક્ષિપ્ર) ૧૫ ઢા ૭ તરત જ
ખોસિસ્યઇ (રા.) ૧૩ ઢા ૭ લઈ લેશે, લૂંટી લેશે

ગયવર (સં. ગજવર) ૨ઢા ૪ હાથી
ગહગહી ૪૯ ઢા ૯ આનંદ પામી
ગુણગંત્રી (સં.) ૮ ઢા ૧૦ ગુણનીપેટી
ગુપતિ ૩૪ ઢા ૯ મન, વચન,કાયાની અશુભ વૃત્તિ ટાળવી તે
ગુલ ૨૨ ઢા ૩ ગોળ
ગૃથલ ૨૧ ઢા ૯ ઘેલો
ગેહ ૨૯ ઢા ૧૩ ઘર
ગોયુત (સં.) ૭ ઢા ૮ ગાય સાથે

ધર્મબાધા ૬ ઢા ૩ ગરમીથી પડતી મુશ્કેલી
ધરતી (?) ૨૪ ઢા ૩ ઘરથી (?)

ચઉનાણી (સં. ચતુર્જ્ઞાની) ૩૪ ઢા૭ મતિ વગેરે ચાર પ્રકારનાજ્ઞાનવાળા
ચચૂકડઇ ૪૩ ઢા ૩ ચાંચ બોળવા જતાં
ચરમસાગર ૧ દૂ૪ અંતિમ સમુદ્ર,સ્વયંભૂરમણ સમુદ્ર
ચરી ૪૦ ઢા ૧૨ ફરીને
ચવલે ૨૭ દૂ ૩ ચોળાથી
ચવી પ૫ ઢા ૭ અન્ય અવતારમાં જઈને
ચાડિ ૨૭ દૂ ૩ જરૂર
(કહી) ચાહીજઇ ૩૧ ઢા ૬ (કહેવી)જોઈએ
ચાતારિણી (રા.) ૧૪ દૂ ૧ મીઠાઈવગેરેની ભેટ

જગીસ ૧૧ ઢા ૧૩ ઇચ્છા
જતન ૩૬ ઢા ૭ યત્ન, આચરણ
જામ ૩૯ ઢા ૬ જ્યારે
જાસ ૧ દૂ ૩ જેનું
જુગતઉ ૩૩ દૂ ૩ બંને

(તિણિ) ઠાંહઇ ૨૬ ઢા ૧૧ (તે) સ્થાને, (તે) વખતે
ત્યક્તભૂરિ (સં.) ૩૭ દૂ ર ઘણોત્યાગ કર્યો હોય તેવા સાધુ
ત્રસ જીવ ૫૪ ઢા ૪ જંગમ –હાલતાચાલતા જીવ
ત્રિણાનઉ ૪૪ ઢા ૧૦ તરણાંનો
ત્રિસીયઉ ૨૫ ઢા ૮ તરસ્યો
ત્રેવડઇ છઇ (રા.) ૧૪ ઢા ૨ સંભાળ રાખે છે

થાકીરીણી (રા.) ૨ ઢા ૮ થાકીપાકી
થેટ (રા.) ૪૨ ઢા ૧૩ છેક

દાઇ (રા.) ૧૫ ઢા ૬ ઇચ્છા, મરજી
દીસઇ ૨૯ ઢા ૧૧ દિવસે
દૂઅઉ (સં. દ્રુતમ્ ?) ૫૫ ઢા ૭ તરત જ (?)
દોખી ૨૦ ઢા ૧૫ દોષયુક્ત, પાપી

ધાત મેલઇ ૪૬ દૂ૩ પ્રકૃતિનો મેળ કરે, સંબંધ જોડે

નિખરા (રા.) ૪૪ ઢા ૮ ખરાબ
નિટોલ (રા.) ૩ દૂ ૩ ઉદ્દંડ, ઘમંડી
નિસાણ ૨૨ ઢા ૨ નોબત
નિહાણ (સં. નિધાન) ૨૨ ઢા ૩ખજાનો
નીઠ્યૌ ૪૦ ઢા ૧૪ (જેના ધન અનેઘર) નાશ પામ્યા છે તેવો
નીપાઇ ૧૫ ઢા ૩ નિષ્પન્ન કર, બનાવ
નેટ ૪૨ ઢા ૧૩ ચોક્કસ

પઠાયા (સં. પ્રસ્થા) ૨૫ ઢા ૭મોકલ્યા
પયંપઇ ૧૫ ઢા ૫ કહે છે
પરઇ ૩૦ દૂર પ્રકારે, જેમ
પલ્યંક (સં. પર્યંક) ૨૪ દૂ૧ પલંગ
પસાય ૧ દૂ૭ પ્રસાદ, કૃપા
પંચાશ્રવ ૩૭ ઢા ૯ કર્મના પાંચપ્રવેશદ્વાર
પાનહી ૩૬ દૂ૪ પગરખાં
પાયક ૩૫ ઢા ૧૬ પગપાળા સૈનિક
પાલી ૧૪ ઢા ૧ છરી
પિંડ્યાણી ૨૫ ઢા ૫ પંડ્યાણી, બ્રાહ્મણી
પોતઉ ૫૪ ઢા ૪ ભંડાર
પોતઇ હુવઇ ૨૩ ઢા ૧૫ પહોંચતું હોય, સિલકમાં હોય
પ્રતિલાભિનઇ ૫૧ ઢા ૫ દાન આપીને, વહોરાવીને
પ્રત્યય (સં.) ૨૭ ઢા ૫ ખાતરી

ફીણા ૨૦ ઢા ૧૫ સૂતરફેણી
બૂઝ્યા પ૩ ઢા ૧૨ સમજ્યા
બેકામ ૩૦ દૂ૪ નિરર્થક

ભદ્રક (સં.) ૨૨ દૂ ૧ ભલો
ભેડ્યઉ ૧૨ દૂ ૧ મળ્યો
ભેય ૧૬ ઢા ૧૧ ભેદ, રહસ્ય
ભેલી ર૨ ઢા ૩ રવો (ગોળનો)

મઇંગલ (સં. મદકલ) ૩પ ઢા ૧૪ હાથી
મસકીન (ફા. મિસ્કીન) ૧૨ દૂ૫ગરીબ
મહારામ (સં.) ૭ ઢા ૪ મોટો બગીચો
મહિર(ફા.) ૪૩ ઢા ૧ મહેર, દયા
માત્રેઈ (રા.) ૪ ઢા ૩ અપરમા
મામ ૪૭ ઢા ૮ ગૌરવ, સ્વમાન
મિરગાનેંણી ૩૧ ઢા ૯ મૃગનયની
મુદ્રા દેઈ ૧૫ ઢા ૭ સીલ કરીને, બંધ કરીને
મુંહુંતઉ ૧૧ ઢા ૧૪ મહેતા, મંત્રી
મૂંકઉ ૧૪ ઢા ૧૬ મોકલો

રાખઇ ૧૬ ઢા ૧૩ રક્ષણ કરે
રાગિની (સં. રાજ્ઞી) પ૭ઢા ૬ રાણી
રાસિ ૪૮ઢા ૩ઢગલો, મોટું પ્રમાણ
રીણી ૨ ઢા ૮ પીડિત
રુહાડિ ૨૭ દૂ ૩ ઇચ્છા,મનોકામના

લખાઇ (સં. લક્ષૂ) ૧૪ ઢા ૧ ઓળખાય, પરખાય
(મન) લખ્યઉ ૧૦ ઢા ૬ (મન) જોયું, પારખ્યું
લાર (રા.) ૩૦ દૂ૩ સંબંધ, સાથ

વરવર્ણિની (સં.) ૧૦ ઢા ૭ સુંદર રૂપવાળી
વાન વાધઇ ૧૫ ઢ ૩ જશ વધે
વિચ્છાય (સં.) ર૯ ઢા ૧૫ ઝાંખું, કાંતિ વગરનું
વિનીતા ૨ ઢા ૫ વિનયી
વિરતાંત ૩૪ ઢા ૫ વૃત્તાંત
વિરાધું ૫૪ ઢા ૪ દુઃખ આપું
વિવહારીયઉ ૪૧ દૂ ૪ વેપારી
વિસખેપ (સં. વિષક્ષેપ) ર૩ ઢા ૯ ઝેર નાખવું તે
વીંદ (રા.) ૪૩ ઢા ૨ વર
વેયાવચ્ચ ૩૭ઢા ૧૨ સાધુઓની સેવા
વેરીનઇ ૩૬ ઢા ૩ વલોવીને
વેલાઉલ ૩૭ ઢા ૧૨ બિલાવલ(રાગ)
વેવાહિણી ૨૫ ઢા ૮ વેવાણ
વ્રજ (સં.) ૫૦ઢા ૧૧ સમૂહ

સક્તઇં ર૭ ઢા ૩ શક્તિથી
સખરા (રા.) ૧૮ ઢા ૪ સરસ
સદીવ ૩૭ ઢા ૧૫ સદૈવ, હંમેશાં
સનૂર (રા.) ૫૮ ઢા ૧૪ ઉમંગથી
સમાપઉ ૩૦ ઢા ૩ આપો
સમિતિ ૩૪ ઢા ૯ સમ્યક્ પ્રવૃત્તિ, યતનાચારપૂર્વક પ્રવૃત્તિ
સરીરચિંતાયઇ ૨૩ ઢા ૬મળત્યાગ માટે
સહીસ્યું ૨૯ ઢા ૧૪ જરૂર
સંબલ ૪૧ ઢા ૬ ભાથું
સંબાહતાં (રા.) ૪૪ ઢા ૫ નિભાવતાં, સંભાળતાં
સંતાવીયઉ ૪૦ ઢા ૧૧ સંતપ્ત,થાકેલો
સાક્ત (રા.) ૩પ ઢા ૧૫ બહુમૂલ્ય સજાવટયુક્ત
સાનિધિકારી ૧૬ ઢા ૧૧પ્રત્યક્ષવત્, હજરાહજૂર
સાર ૪૫ ઢા ૧૨ મદદ
સિસિવયણી ૨ ઢા ૪ શશીવદની
સીખ ૧૯ ઢા ૧૨ વિદાય
સીઝઇ ૩ ઢા ૧૧ સિદ્ધ થાય
સીરણી (રા.) ૨૨ ઢા ૩ ૧.મીઠાઇ૨.ભેટ
સુખ્ય ૩૬ ઢાં ૭ સુખ
સુદ્ધિ ૪૭ ઢા ૧૦ સમાચાર
સુપસાઉલઇ ૧ દૂ ૫ પ્રસાદથી, કૃપાથી
સુરભ ૩૩ ઢા ૧ સુરભિ, સુગંધ
સોવન (સં. સૌવર્ણ) ૩૫ ઢાં ૧૫ સુવર્ણરંગી
સોહ ૨૦ દૂ૪ શોભા
સૌધર્મઇં ૫૪ ઢા ૬ સૌધર્મ નામનાદેવલોકમાં
હુંણી ૪ ઢા ૨ થનાર
* * *


0 comments


Leave comment