3.9.3 - ગોપાળજી વિ. સુરજીને - ૩ / મારી હકીકત / કવિ નર્મદ
સુરત, આમલીરાન
તા. ૯ મી ઓગષ્ટ ૧૮૬૯.
તા. ૯ મી ઓગષ્ટ ૧૮૬૯.
સ્નેહી શ્રી ભાઈ ગોપાળજી,
આપની તરફથી ઘણા દિવસ થયાં પત્ર નથી માટે શંકા સરખુ કંઈ મનમાં આવે છે કે શું છેક જ મારૂં વિસ્મરણ થયું હશે? કામનું રોકાણ તો ઘણું જ હશે તથાપિ તમારી સુજનતાએ મારાં હૈયામાં તમારે વિષે જે વિચાર બંધાવ્યો છે તે જો કે જે નાના તરૂ જેવો છે ને જેને વધેલો વૃક્ષરૂપ જોવાની હું આશા રાખું છું. તે તરૂને તમારી તરફથી ખાતર પાણી વગેરેથી માવજતની બેદરકારી દીસે તારે તે કેમ વધે? મહીને મહીને પણ ચાર લીટી જોવામાં આવતી હોય તો વારૂ તેના વાયુની લ્હેરથી તરૂ હિમાઈ તો ન જાય!
તમે મને સાંભરો છો ને જણાવવાને માટે જ આ પત્રિકા છે.
- લી. નર્મદાશંકરના આશિષ.
0 comments
Leave comment