3.9.6 - ગોપાળજી વિ. સુરજીને - ૬ / મારી હકીકત / કવિ નર્મદ
સુરત-આમલીરાન
તા. ૧૭ નવેંબર ૧૮૬૯
તા. ૧૭ નવેંબર ૧૮૬૯
પરમસ્નેહી ભાઈ ગોપાળજી,
તમારો કાગળ આવેલો તેના ઉત્તરમાં મેં એક લખેલો ને કૃષ્ણાકુમારીની પ્રતો પણ મોકલેલી પણ એની પોંચ સંબંધી તમારી તરફથી હજી કંઈ જણાયું નથી. તમે ગયે વર્ષે તમે કોશને માટે શ્રમથી તજવીજ કરી હતી પણ તે સમે ઈશ્વરની ઇચ્છા નહીં હોય. હાલ તમને જણાવવાની મારી ફરજ છે કે ભાવનગરના દેશાઈ છગનલાલે સારો આશ્રય આપવાનું માથે લીધું છે-કોશ ભાવનગર છપાશે. તમારા પત્રનાં દર્શન થયાને ત્રણ માસ થયાં હશે માટે વળી અવકાશે લખશો.
- તમારો સ્નેહી નર્મદાશંકર.
0 comments
Leave comment