3.12.5 - લક્ષ્મીરામને - ૫ / મારી હકીકત / કવિ નર્મદ


તા. ૩૦.૦૧.૭૦

   પ્રિય ભાઈ લક્ષ્મીરામ,
   તમારો પોષ વદ ૧ નો પોંચ્યો છે. મારી તબીએત આજકાલ સારી છે. નાગરોની ફજેતીથી દલગીર છઉં. મણીશંકરે મારી ખાનગી ચાલ વિષે પોકાર કર્યો. મારી કવિતા તે કવિતા જ નથી એમ કહ્યું ને મારા ગદ્યના વખાણ કર્યા કે ગુજરાતિ ભાષાને રસદાર બનાવી છે એ મારી શકિત તથા નીતિ વિષે તેઓના અભિપ્રાય તમે મને જણાવશો તેને માટે હું તમારો ઉપકાર માનું છઉં. એ પ્રમાણે બીજા કાબેલમાં ખપતા પુરૂષોનો વિચાર મને જણાવશો. એમ તમારી તરફથી પાંચક જણના વિચાર જાણી લીધા પછી હું મારી તરફથી લખવાનું છે તે લખીશ. વ્યાકરણની પ્રત એક્કે મળે નહીં.
- લી. નર્મદાશંકરના આશીર્વાદ.


0 comments


Leave comment