3.28 - હરિદત્ત કરુણાશંકરને / મારી હકીકત / કવિ નર્મદ


સુરત, આમલીરાન
તા. ૨૫ આગષ્ટ ૧૮૭૦

   ભાઈ હરિદત્ત,
   હું સુરતમાં નહીં તેથી તમારો તા. ૭ મીનો મેં પરમ દહાડે વાંચ્યો છે-એ કાગળથી મારે તમારી સાથે નવું ઓળખાણ થયું છે. એ પ્રશંસાને હું કોઈ પણ રીતે યોગ્ય નથી જ.

   બાળલગ્નના સમયને માટે મારી પાસે શાસ્ત્રવચન નથી. મારૂં મત લગ્ન ક્યારે ને કેમ થવાં એ વિષે કંઈ જુદુંજ છે. જુદું છે ને હમણાંની જ રીતમાં જો ફેરફાર કરવો તો મારું મત આ છે કે લગ્નકાળ પુત્રીનો ૧૩ વર્ષે ને પુત્રનો ૧૬ પેહેલાં ન હોવો. પ્રસંગે પ્રસંગે પત્ર લખતા રહેશો.
- લી. નર્મદાશંકર
 શાસ્ત્રી હરિદત્ત કરૂણાશંકર જુનાગઢ-પંચહાટડી.


0 comments


Leave comment