34 - કડવું ૨૨ મું - બ્રહ્મ અને માયાની એકતાથી જીવ અને ઈશ્વરનું સ્વરૂપ-સદ્દ્ષ્ટાંત / અખેગીતા (અખો)


રાગ ધન્યાશ્રી
અનુભવ મોટો મોટા જાણેજી, બુધ્ય તે બાપડી થયું પ્રમાણેજી;
દીઠુંસાંભળ્યુંસહુએવખાણેજી, પણ અણચવ્યું કોઇકઉરમાં આણેજી.

પૂર્વછાયા
ચવ્યું નથિ તેનાં ચરિત્ર શેનાં, એ તો આભાસે છે અણછતાં;
અણલિંગી એ અર્થ સમજે,કહું દૃષ્ટાન્ત જે પહોંચતાં. ૧

અધિષ્ઠાન ઉત્કૃષ્ટ માટે, ચૈતન્યતા ત્યાં અતિ ઘણી;
તેણે અરૂપ ભાસે રૂપસરખું, તેણે અહંતા ઉઠે આફડી. ૨

તે અહંતા થાય અનંતરૂપે, પ્રોઢી થઇને પાંગરે;
તેનો લક્ષ નરને કહું, કો ધીમંત હૃદયમાં ધરે. ૩

ભાઇ દૃષ્ટાન્ત આવે બુધ્ધિમાં, તો સિધ્ધાન્ત સમજે સહી;
તે દૃષ્ટાન્ત સમજી નવ શકે, તેને ઉકેલ હોયે નહીં. ૪

જેમ દર્પણ મૂકિયે સામસામા, તે પ્રતિબિંબે એકએક્માં;
તે અન્યો અન્ય અનંત થાયે, દૃષ્ટ પહોંચે છેકમાં. ૫

તે દર્પણદર્પણમાંહે રચના, દીસે પ્રગટ પ્રમાણ;
એકએકમાં અલગા અલગા. ચંદ તારા બહુ ભાણ. ૬

અનંત ભાસે સામસામા, એકના ઉદરમાં એક;
સિધ્ધાંતને તમો એમ જાણો, કહું વસ્તુ-વિવેક. ૭

આદર્શ નિર્મલ અતિઘણું, પરબ્રહ્મસ્થાની તેહ;
તેહમાં અજા આછી અણછતી, ભાઇ આવી ભાસે એહ. ૮

તે અજામધ્ય ઉપાધ્ય બોહળી, તે જાણે અહંકૃત્ય;
જેમ મુકુરમાં અનંત દીસે રૂપની સંસૃત્ય. ૯

કહે અખો સહુકો સુણો, સંસ્રુત્ય ન ભાસે જંતને;
એ ગીતાનું તે હારદ સ્મઝે, જો સેવે હરિ-ગુરુ-સંતને. ૧૦
________________________________________
અણચવ્યું = નહિ અનુભવેલુ.
આભાસે = પ્રતીત થાય છે.
આફડી = એની મેળે.
પ્રોઢી = મોટી.
પાંગરે = અંકુર મેલે.
ધીમંત = બુધ્ધિમાન.
ઉકેલ = સિધ્ધાંત સમજવાનું સામર્થ્ય.
પ્રતિબિંબે = પ્રતિબિંબત થાય.
છેકમાં = અંતમાં.
૧૦
ચંદ = ચંદ્ર.
૧૧
ભાણ = સૂર્ય.
૧૨
આદર્શ = દર્પણ.
૧૩
પરબ્રહ્મસ્થાની = પરબ્રહ્મને ઠેકાણે.
૧૪
આછી = સૂક્ષ્મ.
૧૫
ભાસે = પ્રતીત થાય.
૧૬
ઉપાધ્ય = ઉપાધિ.
૧૭
બોહળી = ઘણી.
૧૮
અહંકૃત્ય = અહંકાર.
૧૯
મુકુરમાં = દર્પણમાં.
૨૦
સંસૃત્ય = સંસાર.


0 comments


Leave comment