1.43 - પ્રકારે છે નિરંતર / વિવેક કાણે ‘સહજ’


ચોપાસ કોઈ છદ્મ પ્રકારે છે નિરંતર
એકાંતનું પ્રાબલ્ય વધારે છે નિરંતર

ઊગવાનું અને રોજ વળી અસ્ત થવાનું
આ સૂર્ય ખરી વેઠ ઉતારે છે નિરંતર

અંતરના ખૂણે જ્યોત જે અનિમિત્ત બળે છે
અસ્તિત્વ ઉજાળે છે નિખારે છે નિરંતર

એની આ ગઝલગોઈનું છે કોઈ પ્રયોજન?
પાગલ હજી રહી રહીને વિચારે છે નિરંતર

ઊડનારની પાંખોનું કપાવું છે નિયત પણ
ઊડવાને ‘સહજ’ પાંખ પ્રસારે છે નિરંતર


0 comments


Leave comment