1.45 - મુસલસલ / વિવેક કાણે ‘સહજ’


પલપલ બોઝલ, પલપલ બેકલ
કોઈ ગઝલ સંભળાવે મુસલસલ

ઠેઠ પલકની પાળે આવી
પીગળ્યો ભીતરનો વડવાનલ

પ્રાણ હવે નીકળે તો નીકળે
મુખમાં મૂક્યું મેં તુલસીદલ

હું જ બધું છું એમ કહીને
આમ ન થા આંખોથી ઓઝલ

જાતની આગળ કાંઈ ન ચાલ્યું
આમ “સહજ' નાથ્યો વિધ્યાંચલ


0 comments


Leave comment