1.48 - શા માટે / વિવેક કાણે ‘સહજ’


હું’ય તારા જ સમું શા માટે ?
રૂપ ઈશ્વરનું ધરું શા માટે ?

કર્મ તારું છે, હવે ફળ ભોગવ
આ ઉધામા ને બધું શા માટે ?

દી' નવો, ઘોડી નવી, દાવ નવો
કાલની વાત કરું શા માટે ?

આપ, તો આપજે મન મૂકીને
દુઃખ પણ થોડું ઘણું શા માટે ?

હાથ આવ્યું તો ‘સહજ’ ધૂળ થયું
સ્વપ્ન પણ મૂર્ત થયું શા માટે ?


0 comments


Leave comment