1.51 - મને બીજી કાંઈ ખબર નથી / વિવેક કાણે ‘સહજ’
કોઈ ધારી વાત નથી થતી, મને બીજી કાંઈ ખબર નથી
લઉં શ્વાસ પણ કોઈના વતી, મને બીજી કાંઈ ખબર નથી
તું સમીપ એમ ઊભી હતી, હું વશિષ્ઠને તું અરુંધતી
એ થીજેલી પળ નથી વીતતી, મને બીજી કાંઈ ખબર નથી
ખરી વારતા હજી શેષ છે, હજી કેટકેટલાં વેશ છે
કોઈ રોકો રાત સરી જતી, મને બીજી કાંઈ ખબર નથી
મેં ‘સહજ’ હજી તો તને સ્મરી, અને એક બારી ખુલી જરી
શી મહેક મહેક મધુમાલતી, મને બીજી કાંઈ ખબર નથી
0 comments
Leave comment