2.3 - પ્રાયોગિક કાવ્યકૃતિ / વિવેક કાણે ‘સહજ’


બાવરા નૈન તને શોધે છે સરિતાતીરે
જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે

જેમ જેમ સાંજ સરે રાતમાં ધીરે ધીરે
જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે

જોતો જાઉં છું તને જાતમાં ધીરે ધીરે
હું જ સમજાઉં મને જાતમાં ધીરે ધીરે

હું જ સમજાઉં મને જાતમાં ધારે ધીરે
એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે

એક ભૂંસાતી જતી છાપમાં ધીરે ધીરે
બાવરા નૈન તને શોધે છે સરિતાતીરે


0 comments


Leave comment