3.2 - ડહાપણ દાખો / સંજુ વાળા


રહીએ, જેમ તમે જી રાખો,
કાં અબોલા અમથી આવા, કૈં તો ડહાપણ દાખો.

વરત આખડી સૌ મૂકી દઉં, ના પૂજું કોઈ દેવ.
પૂછી બીડું પલક, ખીંટીએ ટાંગું સઘળી ટેવ.
ત્યાં જ ઊડીએ જ્યાં ઉડાડે તમે દીધેલી પાંખો
રહીએ, જેમ તમે જી રાખો

મેં ક્યાં માંગ્યું સોને-રૂપે માંજી દો મનસૂબા,
ઝળઝળિયા દ્યો, તો પણ મારે રતન-છલોછલ કૂબા
ધૂળધફોયા ખોળે જરાક અમીનજર તો નાખો
રહીએ, જેમ તમે જી રાખો

૨૦/૦૭/૨૦૦૪


0 comments


Leave comment