3.3 - દીવા શગે ચડ્યાં / સંજુ વાળા
તૂટકછૂટક સંબંધોને સળંગ દોરે બાંધ્યા રે
સગપણના દીવા શગે ચડ્યાં,
ખર્યાં પાંદડાં વીણી વીણી પાછાં ડાળે સાંધ્યાં રે
સગપણના દીવા શગે ચડ્યાં
એકલ દોકલ છોડ હો ઉઝેરું પય પાય,
ધોળીધફ હું વાદળી વન સિંચ્યાં નવ જાય.
અંગ ઢળ્યાં ને ચામ હાડને વળગ્યાં એવું ઝૂર્યા રે
સગપણના દીવા શગે ચડ્યાં
ઘર આંગણ ને ચોક વળોટી સહુ દિશ શુકન પૂર્યા રે
સગપણના દીવા શગે ચડ્યાં
ચીવટથી સુલઝાવીએ હીરગૂંચજો હોય,
વળ હરવા વનવેલના કળ જડતી ના કોય.
વહી આજ–માંથી ઉખેડ્યા કણીદાર કૈં કિસ્સા રે
સગપણના દીવા શગે ચડ્યાં
કાલ સુધી પંપાળી કરશું નખશિખ નમણા લિસ્સા રે
સગપણના દીવા શગે ચડ્યાં
૧૦/૦૫/૨૦૦પ
0 comments
Leave comment