3.5 - ઉત્તાપ / સંજુ વાળા
આટલો ઉત્તાપ ?
એનું કંઈ કારણ તો આપ !
રિસાયાં બાર બાર સામટાં ચોમાસાં,
વેણ એવું વંકાઈ થઈ ચાલ્યાં ત્રાંસાં.
ઊમટતા આહ ! ઓહ જાપ !
એનું કંઈ કારણ તો આપ !
વલવલતી આંખો અમાપ !
એનું કંઈ કારણ તો આપ !
જીવતરના ટેકામાં મણમણ નિઃસાસા,
તળિયેથી તૂટવાના ધારદાર જાસા.
સીંદરીમાં જુએ તું સાપ !
એનું કંઈ કારણ તો આપ !
ધબકારા બૂંગિયાની થાપ !
એનું કંઈ કારણ તો આપ !
૨૧/૦૫/૨૦૦પ
0 comments
Leave comment