3.6 - વરતારો / સંજુ વાળા


કૈં તો દ્યો વરતારો
વાત વાતમાં વળ ચડાવ્યે કેમ આવશે આરો?

તમે નરી મસ્તીમાં અમને ક્યાંય પડે ના ચેન,
એવાં તે ક્યાં કારણ જેનાં ઘમ્મર ચડતાં ઘેન.
જેવું અમે ય ધારી બેઠા એવું તમે ય ધારો!
કૈં તો દ્યો વરતારો!

હરીફરી ને એક જ રટણા સરખી રોજ વિમાસણ,
એક નામની આંટી વાળી પાડ્યું જીભે આંટણ.
કાં સહુ હામાં- હા કહી દો, કાં સામે પડકારો!
કૈં તો દ્યો વરતારો

કોઈ પાતળી એંધાણી કે ચીંધો નક્કર ખૂબી,
નહીંતર ભોળી આંખો જાશે ભવાટવિમાં ડૂબી.
છેવટ, અમથી હૈયાધારણ દઈને તો પસવારો!
કૈં તો દ્યો વરતારો

૨૯/૦૧/૨૦૦૫


0 comments


Leave comment