3.8 - અમને તો / સંજુ વાળા
અમને તો બન્નેનો મ્હાવરો.
કહો, આજ કાજળ આંજીને રાત રૂપેરી કરીએ
કે, રોઈ રોઈ રળીએ અહાંગરો?
રીસભરી આંખ કહું ?
કહું એને કેસરિયાં અરણીનાં ફૂલ ?
પાંપણ પસવારી લઈ
દઈ દઉં પતંગિયાં ને દઉં ઝૂલાઝૂલ,
ખાળ્યો ના જાય અંગ તોડીને ઊભરતો
અંદરની ઓછપનો આવરો ને જાવરો.
મૂંગાવત : મૂંઝારો
બોલો તો નવસેરો તૂટ્યાની ખોટ
ભેંટો તો ભરી ભરી
આઘા રહ્યાની વેળ જુગજુગની ઓટ,
ચીંથરા શી ચણભણને ચૂંથી ચૂંથીને કાં
કરો ગામ આખામાં ધીંગો ધજાગરો ?
૨૩/૦૨/૨૦૦૪
0 comments
Leave comment