3.11 - સરવર / સંજુ વાળા


રે મારાં ડહોળ્યાં રે સરવર ‘ને તોડી પાળ જો
પાળે રમું હું સોનબાઈ
લઈ ફળફળતી છાતીએ ફાળ જો.

એવા રે અણધાર્યા દરિયા ઉમટ્યા
પાણી પૂગ્યાં કાંઈ મેડીને મોભાર.
ડૂબ્યારે હો ડૂબ્યાઅણમૂલ ઓરતા
તળિયે ડૂબ્યાલાખેણા ઓથાર.
અડવી ડેલી અણોતરી
સાવ સૂનમૂન આંબા ડાળ જો
રે મારાં ડહોળ્યાં રે સરવર ‘ને તોડી પાળ જો

અધરાતે-મધરાતે વેરણ નીંદરડી
ભળકડું ભાળું ત્યાં વીતે ભવ.
વાંસીદે વાળ્યાં રે સાયલ સોણલાં
પંડ્યમાં પાળ્યા વનવન માંહ્યલા દવ
લાંબે લીટે લખિયા રે
કાંઈ કરમે કપરા કાળ જો
રે મારાં ડહોળ્યાં રે સરવર ‘ને તોડી પાળ જો.

૧૭/૦૨/૧૯૯૫


0 comments


Leave comment