3 - ફૂલને હોઠે / ભાનુપ્રસાદ પંડ્યા


ફૂલને હોઠે ગંધ હસી ત્યાં
તૃણને મુખે સ્મિત !
પાંખથી રમે વાયરો ચોરી
દ્રુમનું તાજું ગીત !
નીરખે કિરણ નીત

ડમણી ખેંચે છોગલું પરું
જાળિયું પ્રોવે આંખ,
વાટથી ઊડી ડમરી એમાં
પૂંછને આવી પાંખ !
સીમની લીલમ જિત !

આંચળે અડ્યાં આંગળાં એની
છાણમાં ઊઠે છાપ !
કેાઈ છલોછલ હેલ્યનું
પ્હોળે પગલે માંડ્યું માપ !
ધૂળને મળ્યાં મીત !


0 comments


Leave comment