10 - ઘૂઘવે વૈશાખ / ભાનુપ્રસાદ પંડ્યા


હોલાને કંઠે બેઠો ઘૂઘવે વૈશાખ,
પણે શરમાતી કો’ક ઝૂલે સાખ,
સૂડા, તારી છુટ્ટી મેલી દે હવે પાંખ !

આખું યે વંન લઈ અડક્યો પવંન
એમાં આળખેલી વેલ્ય ભીંતે મ્હેકે !
કાંટાની જેમ ખૂંચી રહેતા બપ્પોર વચ્ચે
ભીતર ગુલાબ થઈ બ્હેકે !
ભમ્મરલા, બધો ગુંજાર વેરી નાખ !

દિવસ તો દેશવટો લાંબો દીધેલ, રેણ
મટકું માર્યાનો જાણે ગાળો !
વગડે તો ઠીક પણ પાળે પરબડીની
બેઠી તરશ્યુંને તમે ભાળો !
મારુજી, હવે ખોબો ના ખાલી તું રાખ !


0 comments


Leave comment