4.4 - રેલમછેલ / સંજુ વાળા


રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ
કોને કહેવું અનુકરણ ને કોને કહેવી પ્હેલ ?

વસ્તુમાંથી બ્હાર નીકળતી બીજી નાની વસ્તુ,
કોઈ કહે છે અચરજ મોટું, કોઈ કહે છે, સસ્તું.
ઓળખ વિના શિંગડિયો ઘૂવડ પણ લાગે ઢેલ.
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ

વિચારપાટે ચડ્યા પછી ક્યાં નક્કી ક્યાં જઈ ચડીએ?
પાતાળે પહોંચીને ત્યાંથી સીધા આભે અડીએ
નભ-ધરતીને સાંકળતી આ કઈ અમરતની વેલ ?
રસબસ રેલમછેલ
સઘળે રસબસ રેલમછેલ

૧૫/૧૦/૨૦૦૪


0 comments


Leave comment