4.8 - વાત કહું ખાસ / સંજુ વાળા


આવ તને વાત કહું ખાસ
ઉછી–ઉધારાની પીડા ’ને
Problem ગાંઠે બાંધીને ના થઈએ ઉદાસ.

ઝાંખો ઉજાસ પછી
ભેજ ભર્યા શ્વાસ પછી
આરસમાં માછલીઓ રમતી.
ગળતા સૌ ગાત પછી
ઓગળતી જાત પછી
ચોર પગે રાત રહે સરતી.
માથું ના ખા, please keep mum
આમ મને બહેકાવી મૂકવાનો ના કર પ્રયાસ.
આવ તને વાત કહું ખાસ.

ભીંતર સફેદ હોય
ખુલ્લા સૌ ભેદ હોય
પારદર્શક પાણી ને પ્રાર્થના
પાંચની પિછાણ હોય
ગહરા સંધાણ હોય
અનહદની કરવી ઉપાસના.

યાર, For god's sake ચૂપ મર
રહેવા દે છલબલતી આધ્યાત્મિક વાતોનો ત્રાસ.
આવ તને વાત કહું ખાસ.

૨૯/૦૧/૨૦૦૪


0 comments


Leave comment