4.9 - કવિતા / સંજુ વાળા


ફરી નવેસરથી વિચારો
રચો સ્વયંવર ફરી,
કાગળની કોરાશ ઉપર લ્યો
ફરી અવતરી પરી !

પાંખો પર આરૂઢ થયેલા વાદ, વિભાવના છંદ
તે સૌની બીજી બાજુએ સ્મિત ફરકતું મંદ
શાસ્ત્ર, સંહિતા મૂકી દોડ્યા
મમ્મટ ભર્તુહરિ!
ફરી અવતરી પરી !

પરી નામના અચરજ સામે હકબક સૌ વિવેચક,
મુખગત્ માણસ, કાય પશુપક્ષી કૌતુક સુંદર બેશક.
જળચર, થળચર કહો અગોચર
નખશિખ નમણી નારી!
ફરી અવતરી પરી !

૨૯/૦૨/૨૦૦૪


0 comments


Leave comment