4.10 - મથામણ / સંજુ વાળા
મળતાં ને ભળતાંમાં ભૂલા પડ્યા ભાઈ
એકને સંભારો અને એકવીસ હોઠે ચડી
ભાવભૂંડી ભજવે ભવાઈ.
પેઢીઓમાં પહેલી વાર ભરતી ભાળી ને ભાળ્યાં પાણી,
ગૂંચ ભરી સૂતરની આંટીમાંથી કોણે લીધાં તાણી?
માંડ કોઈ પંક્તિમાં ઠરીઠામ થયાં ત્યાં તો
ઉપરથી ઊતરી તવાઈ
મળતાં ને ભળતાંમાં ભૂલા પડ્યા ભાઈ.
મલોખાં જોડીને અમે ઘડ્યા ઝીણા મોર અને નાચ્યા,
અંજલિથી સજીવન થાશે એવા જાદૂ વિશે રાચ્યા.
અંજલિથી સજીવન થાશે એવા જાદૂ વિશે રાચ્યા.
માથાફોડ મથામણે અંદરથી ઉલેચાઈ
આવે એવું થઈ જતું રાઈ રાઈ.
મળતાં ને ભળતાંમાં ભૂલા પડચા ભાઈ.
૧૦/૦૯/૧૯૯૪
0 comments
Leave comment