23 - કારતકનું ગીત / ભાનુપ્રસાદ પંડ્યા


કોઠીમાં છલકાયું ખેતરનું પૂર
વાડામાં સંઘરાયું શેઢાનું નૂર.

દાતરડે વળિયુંમાં કીધો જ્યાં વાસ,
ઓશિયાળી ઘંટીને પોતીકું હાસ.

કાપડના તાકા ને સોય કરે શોર,
ધૂળભર્યું અંગ હવે કળાયલ મોર.

એક જ મારગ ધસે ગાડાંની હાર,
ચોપડેથી આંકડાનો ઊતરિયો ભાર.

પાદરના કૂવા પર લીલુડા બોલ,
હેમમઢયા કાનમાં ભણકાતા ઢોલ.

કૂંડાને કાળાની સાંપડતી પ્રીત,
કુંવારે કંઠ ગુંજે વૃન્દાનું ગીત.


0 comments


Leave comment