25 - ઓળખાણ / ભાનુપ્રસાદ પંડ્યા


એાળખાણ આંખ્યને મલકથી આવી ?
કે ક્યાંક આછી બીજ થઈ ઝાઝેરું ફાવી ?

ઓળખાણ હાથમાં હથેળીએ મેલી !
કે સાત સાત ડગલાનું સુખ થૈ રેલી ?

ઓળખાણ દીધાં કમાડને ઉઘાડે !
ને ઓરડે પગલાં અજવાસનાં પાડે !

ઓળખાણ આસોપાલવની છાયા !
પરબનીર અચિંતા વગડે પાયાં !
ઓળખાણ અદકી સુગંધ જેમ ખુલ્લી !
કે લેવાનું આપવામાં દૈ બેઠી દુલ્લી ?


0 comments


Leave comment