55.1 - ગઝલ ૧ / રાવજી પટેલ


આવકારો આ ઝરણું પામી ગયાં,
પ્હાડમાંથી સાંભળી જાગી ગયાં.

લો, ચલો ઊઠો અભાગી ઓ ચરણ,
ક્યાંક મંજિલ ધારશે - થાકી ગયાં.

રણ, તને કેવી મળી છે પ્રેયસી ?
ઉમ્રભરની જે તરસ આપી ગયા.

આવતાં’તાં હર વખત તોફાન લઈ,
સાવ ખામોશી અહીં રાખી ગયાં.

આવનારા કોઈ નવતર માફ કર,
આવનારાં જે હતાં આવી ગયાં.


0 comments


Leave comment