5.3 - સ્વપ્નભોગી – / સંજુવાળા


આધેડની નીંદરને સપનાંઓ ઠોલે ભૂતકાળનાં
રાત પડ્યે ઊખળતા સામટા બનાવ
એણે માણેલા મનગમતા ઢાળના.

ઝોલે ચડે ‘ને જીવ રણઝણવા નીકળતો
ઝાંઝરના ઠમકારા સાથે,
પાછલે પહોર આંખ ખૂલે ત્યાં એ જ સાલો
ખાલીપો સૂતો સંગાથે.
આખી જામોકામી ધુમાડો થઈ જતી.
ઊછળતા લોઢ ભૂંડી ગાળના.
આધેડની નીંદરને સપનાંઓ ઠોલે ભૂતકાળનાં...

વળી પાછાં પડતી સવારવેળ જડી જાય
સુખનામી પાંચસાત ટીપાં,
સપનાની માને કોઈ પરણે ભડવીર તે
રળવાના આવા રાજીપા ?
ભીનાતાં, સુકાતાં ફીફાઓ ખાંડવાનાં
‘હાશ’-નાં ને હૈયાવરાળનાં
આધેડની નીંદરને સપનાંઓ ઠોલે ભૂતકાળનાં...

૦પ/૦૭/૨૦૦૬


0 comments


Leave comment