5.6 - તડકે તડકે / સંજુ વાળા


તડકે.. તડકે... મેહ!
આભ વરસતું કે થીજેલો
વરસોનો કોઈ વ્રેહ?

મન વનના અણજાણ્યા કેડે
રાગ મદિલ તું હળવે છેડે
કોઈ છલકતી કહે લાગણી
કોઈ કહે છે લેહ !
તડકે.. તડકે... મેહ !

જેના જેવા દિવસો વાતા
એહ ઝિલાતો જેહ વિસાતા
ક્યાંક પમરતી અઢળક શાતા
ક્યાંક પ્રઝાળે ચેહ !
તડકે.. તડકે... મેહ !

૨૨/૭/૨૦૦૪


0 comments


Leave comment